079 3010 1008 dr.a.j.12320@gmail.com
+91 7666373288

લીવર અને સ્વાસ્થ્ય

લીવર, તે શરીર નું બીજું સૌથી મોટું અંગ છે. તેનું વજન ૧.૪ થી ૧.૬ કી. ની વચ્ચે હોય છે. લીવરના શરીર માં ૫૦૦ થી વધારે કાર્ય છે.

લીવર ના મુખ્ય કાર્ય

 • પિત્ત બનવું – પિત્ત ખોરાક માં થી ચરબીના પાચન માં મદદ કરે છે. તે આંતરડામાં જંતુ નું પણ નાશ કરે છે.
 • હાનિકારક તત્વો ને નાકામ કરવું (detoxification) – આંતરડા ના રસ્તે થી આવતા કુદરતી વિષ (toxin) ને નાકામ કરે છે. 
 • પ્રોટીન નું ઉત્પાદન – લીવર શરીર માં અનેક પ્રકાર ના પ્રોટીન બનાવે છે, જેમાં થી મુખ્ય છે આલ્બ્યુમીન.
 • શરિર માં ઉર્જા નું નિયંત્રણ – લીવર ગ્લુકોઝ નું ભંડાર છે. ઉપવાસ ના સમયે નવું ગ્લુકોઝ નું ઉત્પાદન કરીને શરીર ને ઉર્જા આપે છે. ગ્લુકોઝ શરીર માં થી ઓછું થતા રોકે છે.
 • તત્વો નું સંગ્રહ – લીવર વિટામિન અને બીજા ખાદ્ય ખનીજો માટે નું ભંડાર છે.
 • રોગ પ્રતિરોધક શક્તિ – લીવર રક્ત ને ગળે છે અને હાનિકારક જંતુ નું નાશ કરે છે એન્ડ લોહી ની શુદ્ધિ કરે છે.
 • રક્તસ્ત્રાવ થતા રોકવાનું –  લીવર બે પ્રકાર ના પ્રોટીન બનાવે છે. લોહીની પ્રવાહ ચાલુ રહે એના માટે અને ઇજા ની જગ્યા થી રક્તસ્ત્રાવ રોહવા માટે. આ બને પ્રોટીન નિયંત્રણ માં રહે છે.

લીવર ની બીમારોયો

હિપેટાઇટિસ – લીવર માં સૂજન થવા થી તેના કોષો માં હાનિ પહોંચે છે. આવું નુકસાન પહોચાડવા માટે અનેક કારણો છે. આ નુકસાન ને રોકી ને ઉલટાવી શકાય છે જો એ હાનિકારક તત્વ ની સમયસર ઓળખ થાય તો.

સિરરહોસીસ – જયારે લીવર માં કોઈ પણ કારણથી લાંબા સમય સુધી નુકસાન ચાલે તો તેનામાં આ ઘા ના ડાઘ પાડવા માળે છે (). બહુવિધ ઘા થવાથી લીવર ની કાર્ય ક્ષમતા ઓછી થાય છે. સિરરહોસીસ માં આગળ જઈને અનેક જટિલ સમસ્યાઓ (complications) ઉભી થાય છે અને મૃત્યુ પણ થઇ શકે છે. આ કાયમી નુકસાન છે અને ઉલટાવી શકાય નહિ.

લીવર ને હાનિ પહોચાડવા વાળા તત્વો-

 • દારૂ – આને અધિક માત્ર માં અને લાંબા સમય લેવા થી લીવર ને નુકસાન પહુંચે છે. દુનિયાભર માં દારૂ લીવર ની બીમારીઓ નો મુખ્ય કારણ છે.
 • લીવર માં ચરબી જમા થવા ની બીમારી () – વધુ વજન, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, થયરોઇડ ની સમસ્યા અને ખરાબ જીવન-શૈલી  વગેરે થી લીવર માં ચરબી નું સ્તર વધે છે જે લીવર ને નુકસાન કરે છે.
 • વાયરસ () નું સંક્રમણ – હિપેટાઇટિસ ‘બી’ અને ‘સી’ વાયરસ થી લીવર માં નુકસાન થાય છે.
 • અન્ય – ઑટોઇમ્મુન બીમારી, વિલ્સન બીમારી વગેરે

લીવર ને સ્વસ્થ કેવી રીતે રાખી શકાય?

 • ખોરાક
  • દારૂ નું સેવન છોડવાનું. દારૂ ની કોઈ સુરક્ષિત માત્ર નથી હતી. ઓછા માં ઓછી માત્ર માં પણ તે નુકસાન પહોચાડી શકે છે.
  • “હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સીરપ” થી બચવું – આ મળે છે કોલા જેવા ઠંડા પીણાં માં, કેચઅપ, ડબામાં અથવા કાન માં પૅક કરેલું ખાદ્યપદાર્થ વગેરે.
  • લીલોતરી અને પાંદડાવાળા શાકભાજી વધારે લો
  • ખાંડ (refined/processed) ઓછું ખાવાનું
  • ચરબી ની માત્ર વધારે હોય એવું ખાવાનું ઓછું લેવું 
 • રસી મુકાવી – હિપેટાઇટિસ ‘એ’ અને ‘બી’ ની રસી ઉપલબ્ધ છે. વિદેશ યાત્રા કરવા વાળાને યેલો ફીવર ની રસી પણ મુકવાની હોય.
 • જોખમ વાળા વ્યયહાર ના કરવા
  • સુરક્ષિત વ્યાવહારિક સંબંધ- હિપેટાઇટિસ ‘બી’ અને ‘સી’ સંભોગ થી ફેલાય છે.
  • ગૈર કાનૂની ડ્રગ્સ ના લેવા 
  • કેમિકલ ને વાપરતી વખતે સંભાળ રાખવી – નાક અને ચામડી ને ઢાંકી રાખવા, હાથ મોજા અને માસ્ક પહેરવા. ઉધારણ પ્રમાણે જંતુનાશક કે ઔદ્યોગિક રાસાયણિક પદાર્થ છે.
 • પ્રોબાયોટિક – જે ખાદ્યપદાર્થ માં સારા બેક્ટેરિયા આવે જેમ કે દહીં, છાસ વગેરે.
 • કસરત – નિયમિત કસરત કરવા થી ચરબી ની માત્ર ઓછી થાય છે એન્ડ લીવર સ્વસ્થ રહે છે. કસરત વિષે વધારે જાણવા માટે અહિંયા જાઓ www.DrAbhinavJain.com/March/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *