079 3010 1008 dr.a.j.12320@gmail.com
+91 7666373288

ખોરાક અને મેદસ્વીપણું

ભારત માં જાડા લોકો ની સંખ્યા વધી રહી છે અને આપડી આબાદી માંથી ૫% લોકો નું વજન જરૂર કરતા વધારે (મેદસ્વીપણું) છે. આના ઘણા કારણો છે જેમ કે શહેરી અને પશ્ચિમીકરણ જીવનશૈલી, વધારે ઉર્જા વાદા ખોરાક નું સેવન અને બેઠાડુ જીવન.

ભારત ની જે પરંપરાગત ખોરાક છે જેમાં અનાજ, દાળ, શાક ભાજી, દૂધ અને ફળ નું સમાવેશ થાય છે, તે સંતુલિત અને પૌષ્ટિક છે. પણ આજકાલ પશ્ચિમીકરણ જીવનશૈલી ના લીધે ફાસ્ટ ફૂડ (એટલે કે પ્રોસેસ્ડ ખાદ્ય વસ્તુઓ) ની લોક પ્રિયતા વધી રહી છે. ફાસ્ટ ફૂડ ના ઉધારણ માં આવે છે બિસ્કીટ, ચિપ્સ, વેફર્સ, નૂડલ્સ વગેરે. ફાસ્ટ ફૂડ માં ખાલી કેલોરી (ઉર્જા) આવે છે, પોષણ નથી મળતું. 

વધુ વજન હોવા થી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, કોલેસ્ટ્રોલ અને હૃદય ની સમસ્યા ઉભી થાય છે. 

તો વજન ઘટાડવા સુ કરી શકાય?

૧. આહાર

  • ઘર નું બનેલું ખાવાનું પસંદ કરો – જેમ કે રોટલી, શાક, દાળ, ભાત, દૂધ, દહીં અને ફળ. પણ આનો મતલબ આ નથી કે બહાર નું ન ખવાય. જ્યાં સુધી સંભવ હોય (૮૦%) ત્યાં સુધી ઘર નું ખાવાનું, અને ક્યારેક જ બહાર નું.
  • ખોરાક માં ફળ, શાક અને રેશેદાર ખાદ્ય વસ્તુઓ લેવી જોઈએ.
  • ચરબી, તેલ અને ખાંડ ઓછી વાપરવી.
  • પ્રોટીન મળે એવો ખોરાક વધારે લો
  • ખાવાનું બરાબર ચાવી ને ખાવું
  • કાંટાળા વાળી એન્ડ ભાવુક પરિસ્થિતિ માં વધુ ખાવાનું ટાળો – સવારે નાશ્તો, બપોરે અને સાંજે જમવાનું. આના સિવાય વચ્ચે નાશ્તો નહિ કરવાનો. કાંટાળા વાળી એન્ડ ભાવુક પરિસ્થિતિ માં જરૂરત થી વધારે ખાવાની સંભાવના (મનોવૃત્તિ) હોય છે.
  • ખોરાક માં પણ ફેશન હોય છે, તેને ઓળખો – ઘણા વિભિન્ન પ્રકાર ના ડાયેટ ઉપલબ્ધ છે જેમ કે કીટો ડાયેટ, ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ વગેરે. આ બધા ડાયેટ દાવો આપે છે કે તે લેવા થી વજન ઘટે છે. ભૂતકાળ માં પણ બહુ પ્રકાર ના ડાયેટ આવ્યા હતા અને ભવિષ્ય માં પણ આવશે. આ ડાયેટ નો ગેરલાભ એ છે કે આ અંબા સમય સુધી પડી શકાય નહિ અને છોડવા પછી વજન પાછું વધી જાય છે.
  • હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સીરપ વાદા ખાદ્ય વસ્તુઓ ના લેવી – આ એક પ્રકાર નું સ્વીટનર છે જે ખોરાક માં ગળપણ માટે વપરાય છે. આમા થી પોષણ નથી મળતું. આના થી લીવર માં ચરબી જમા થાય છે અને ફેટી લીવર ની સમસ્યા ઉભી થઇ શકે છે. આ આવે છે કોલ્ડ ડ્રિંક્સ (કોલા વગેરે), ચોકલૅટ,  પેકેટ વાળો ફળ  નો રસ, ઇસ ક્રીમ, જામ, બ્રેડ અને એનર્જી ડ્રિન્ક માં.
  • જમવા માં નાની થાળી વાપરો – આના થી ઓછું કહેવા માં મદદ મળે છે.
  • ખોરાક વિષે વધારે માહિતી માટે જાઓ www.DrAbhinavJain.com/January .

૨. નિયમિત કરસત કરવી – આના વિષે વધારે માહિતી માટે જાઓ www.DrAbhinavJain.com/March

૩. તણાવ નિયંત્રણ માં રાખવું – રાત્રે ૭-૮ કલ્લાક ની ઊંઘ લો.

Dr. Abhinav Jain

Dr. Ankita Jain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *