079 3010 1008 dr.a.j.12320@gmail.com
+91 7666373288

સ્વાદુપિંડ – શરીર માં કાર્ય અને તેની બીમારીઓ

કાર્ય –

સ્વાદુપિંડ નું શરીર માં બે મુખ્ય કાર્ય હોય છે.

પહેલું છે પાચનક્રિયા માં મદદ કરનાર ઉત્સેચક નું ઉત્પાદન. આ ઉત્સેચક થી ખોરાક માં થી પોષણ છૂટું પડે છે અને આંતરડા માં થી શોષી લેવામાં આવે છે. આ ઉત્સેચક ખોરાક ના સંપર્ક માં આવ્યા પછી જ સક્રિય થાય છે. સ્વાદુપિંડ ના ઉત્સેચક ખોરાક માં થી ચરબી ના પાચન માટે સૌથી વધુ જરૂરી છે.

બીજું કામ છે ઈન્સુલિન બનાવી ને ગ્લુકોઝ ની માત્ર નું નિયંત્રણ કરવું. 

સ્વાદુપિંડને લાગતી બીમારીઓ-

એક્યુટ (અચાનક ઉપસ્થિત થતું) પેનક્રીઅટાઇટિસ (સ્વાદુપિંડમાં સૂજન)

સ્વાદુપિંડમાં ઘા થવા થી તેના શક્તિશાળી ઉત્સેચક યોગ્ય સ્થાને પહોંચતા પેહલા જ સક્રિય થઇ જાય છે. આ ઉત્સેચક સ્વયં સ્વાદુપિંડનું પાચન ચાલુ કરી દે છે અને રક્ત દ્વારા બીજા અંગોમાં પણ જય ને નુકસાન કરે છે. આનાથી સ્વાદુપિંડ માં સૂજન થઇ ને પેટ માં પાણી છૂટે છે. આ ઈમરજેન્સી કહેવાય અને તાત્કાલિક સારવાર ની જરૂર પડે. આ બીમારી માં અચાનક પેટ નો દુખાવો ઉપડે છે અને સાથે ઉલટીયો પણ થાય છે.  સામાન્ય કેસે માં સ્વાસ્થ્ય જલ્દી સુધારી જાય છે. ગંભીર કેસમાં જીવ નો જોખમ પણ હોય છે. આના કારણો છે દારૂ, પિત્તાશય ની પથરી,  દવા ની આડ અસર, પેટમાં હુમલો કે માર, સ્વાદુપિંડમાં ચેપ, ટ્રાયગ્લીસરાઈડ કે કૅલ્શિયમ ની માત્ર માં વધારો અને બીજા નાના અન્ય કારણ.

ક્રોનિક (દીર્ઘકાલીન) પેનક્રીઅટાઇટિસ (સ્વાદુપિંડ સુકાઈ જવું)

આ બીમારી પરિણામ છે લાંબા સમય થી સ્વાદુપિંડમાં થતા ઇજા નું. આમાં સ્વાદુપિંડ ની કાર્યશીલતા ઓછી થાય છે. પાચનક્રિયા માં નુકસાન થવા થી ચરબી અને બીજા ખાદ્યપદાર્થ નું પાચન નથી થતું, જેના લીધે મળમાં તેલ જેવા ટીપા પડે છે. આને અંગ્રેજી માં ‘સ્ટીએટોરિયા’ કહેવાય. બીજા લક્ષણો છે વજન માં ઘટાડો અને ખોરાક લીધા પછી પેટ માં દુખાવો. ઈન્સુલિન ના બનવા થી ડાયાબિટીસ થઇ શકે છે. સ્વાદુપિંડમાં પાથરીયો પણ જમા થવા માળે. આ બીમારી ના કારણો છે દારૂ, તમાકુ, બીડી, આનુવંશિક બીમારીઓ, અને વગેરે. આની સારવાર માં પાચનક્રિયા માટે ઉત્સેચક ની દવા આવે છે. કોઈ દર્દી ને ઓપરેશન ની જરૂર પણ પડી શકે છે. 

સ્વાદુપિંડમાં ગાંઠ

સ્વાદુપિંડમાં બે પ્રકાર ની ગાંઠ હોય છે. ૧) કેન્સર ની અને ૨) સાદી ગાંઠ 

કેન્સર ની ગાંઠ ના લક્ષણ હોય છે વજન ઘટાડો, કમળો, પેટ દુખાવો, ખંજવાળ અને ઉલ્ટી. તેનું નિદાન સિટી સ્કેન કે MRI થી થઇ શકે. પાકું નિદાન કરવા માટે દૂરબીન નો ઉપયોગ કરી સોનોગ્રાફી ના દ્વારા નમૂનો લઇ ને કરવામાં આવે છે. સારવાર ઓપરેશન, કીમો કે બંને પદ્ધતિ ના મિશ્રણ થી થાય છે.

સાદી ગાંઠ કાઢવાની જરૂર પડતી નથી (સામાન્ય રીતે). પણ સમયસર તેનું પરીક્ષણ કરતા રેહવું પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *