માનસિક તણાવ અને પેટ ના રોગ / કાર્યાત્મક પેટ અને આંતરડા ની બીમારી
માનસિક તણાવ અને પેટ વચ્ચે એક અંતર્ગત સંબંધ છે. બંને મગજ અને આંત એક બીજા સાથે વાતચીત કરે છે અને એક બીજા પર પ્રભાવ પાડે છે. આ જે વાતચીત થાય છે એને કહેવાય ‘મગજ-પેટ ની અક્ષરેખા’.
આ ‘મગજ-પેટ ની અક્ષરેખા’ થી ઉત્પન્ન થતી પેટ ની બીમારીઓ ને ‘કાર્યાત્મક પેટ અને આંતરડા ની બીમારી‘ કહેવાય છે. આમ આવે ઈરીટેબેલ બોવેલ સિન્ડ્રોમે (IBS), એસિડિટી, ગેસ, કબજિયાત અને ઝાડા જેવી બીમારીઓ. આને ‘કાર્યાત્મક‘ બીમારી એટલે કહેવાય છે કારણકે પેટ ના અંગો ની રચના અખંડ રહેતી હોય છે. પેટ ના અંગો માં કોઈ ખામી નથી હતી. પેટ માં લક્ષણ હોય પણ રિપોર્ટો નોર્મલ આવે.
મગજ પાચન ક્રિયા ને કેવી રીતે પ્રભાવિત કરે છે?
મગજ ‘વેગસ’ નામક નસ ના દ્વારા જઠર, નાની આંત અને મોટી આંત ના પ્રભાવિત કરે છે. પાચન ક્રિયા માં સ્ત્રાવ, એસિડ, પિત્ત, આંતરડા ની હલન-ચલણ અને શૌચ ની પ્રક્રિયા નું નિયંત્રણ કરે છે.
મગજ થી હોર્મોંને પણ નીકળે છે જેમ કે ACTH. આ ઇમ્યુન ક્રિયા ના સક્રિય કરે છે, જેના થી આંત માં સૂજન થઇ શકે છે.
ઉદાહરણ પ્રમાણે – જે દિવસે માનસિક તણાવ હોય જેમ કે પરીક્ષા ની સવારે, નૌકરી માટે નું ઇન્ટરવ્યૂ, જરૂરી મિટિંગ, ભીડ માં ભાષણ આપવાનું વગેરે, ત્યારે પેટ માં અગવડતા અને બેચૈની મેહસૂસ થતી હોય છે.
ટૂંક માં, માનસિક તણાવ અને મનોભાવ થી પેટ ની ક્રિયા પર અસર પડે છે. જીવન ની વિપરીત ઘટનાઓ જેમકે કોઈ પરિવારજન માં કોઈની મૃત્યુ, લગન કે સંબંધ તૂટવાનું, કામ કે ધંધા માં ખોટ, દુર્વ્યવહાર, મોટો અકસ્માત, વગેરે થી મગજ તણાવ માટે સંવેદનશીલ થઇ જાય છે. આની અસર પાચન ક્રિયા પર પડે છે.
પાચન ક્રિયા મગજ ને કેવી રીતે પ્રભાવિત કરે છે?
આંતરડા માં કરોડો પ્રકાર ના વિભિન્ન સૂક્ષ્મ-જીવ હોય છે. આમ વધારે સંખ્યા બેક્ટેરિયા ની હોય છે, પણ આમ વાયરસ, ફૂગ વગેરે પણ હોય છે. આમ થોડા ફાયદાકારક કીટાણુ હોય છે અને થોડા નુકસાનકારક. આ સૂક્ષ્મ-જીવ ની માત્ર અને સારા-ખરાબ ની સંતુલન માં ફરક પાડવા થી મગજ પર પ્રભાવ પડે છે.
પેટ થી મગજ પર પ્રભાવ પેટ ના નસો દ્વારા, હોર્મોન્સ દ્વારા, કે પછી થોડા રસાયણ દ્વારા પડે છે.
સ્વસ્થ આંતરડા માં ફાયદાકારક કીટાણુ હોય છે | અસ્વસ્થ આંતરડા માં નુકસાનકારક કીટાણુ હોય છે |
આનું ઉદાહરણ – જયારે પેટ માં ચેપ લાગવા થી તાવ અને ઝાડા થઇ જાય, ત્યારે મનોભાવ પર અસર પડતો હોય છે અને કામ કરવાનું મન નથી થતું.
આંકડા શું બોલે છે?
‘કાર્યાત્મક પેટ અને આંતરડા ની બીમારી’ જેમાં આવે છે ઈરીટેબેલ બોવેલ સિન્ડ્રોમે (IBS), એસિડિટી, ગેસ, કબજિયાત અને ઝાડા જેવી બીમારીઓ, તેમાં ૪૦-૬૦% લોકો ને ડિપ્રેશન કે અધિક ચિંતા ની બીમારી હોય છે.
સિમ્સ હોસ્પિટલ માં મારા સંશોધનમાં જોવા માંડ્યું કે પેટ ની બીમારીઓ માં ૩ માંથી ૧ દર્દી ને ડિપ્રેશન કે અધિક ચિંતા ની બીમારી પણ સાથે હતી.
માનસિક તણાવ થી પેટ ની બીમારીઓ માં વધારો કેવી રીતે થાય છે?
માનસિક તણાવ થી પેટ ની નસોમાં અતિ સંવેદનશીલતા થાય છે. આને થી દર્દી ને વાસ્તવિકતા થી વધારે દુખાવો કે ગેસ નું એહસાસ થાય છે. ઉદાહરણ પ્રમાણે – સામાન્ય પરિસ્થિતિમાં ખોરાક પછી પેટ ભરાઈ જાય છે. નોર્મલ લોકો ને પેટ ભરાઈ જવાનું એહસાસ થાય, એના થી કોઈ મુશ્કેલી ના લાગે અને પોતાનું કામ ચાલુ રાખે. પણ માનસિક તણાવ ના દર્દી ને આમા પેટ ભરાઈ જવાના એહસાસ થી ખૂબ જ તકલીફ થઇ જાય છે અને કામ છોડી ને બેસી જવું પડે છે. એમને પેટ માં અધિક ગેસ અને પેટ ફૂલી જવાનું મેહસૂસ થાય છે. આ પ્રક્રિયા ને પેટ ની નસો ની અતિ સંવેદનશીલતા (visceral hypersensitivity) કહેવાય છે.
માનસિક તણાવ ના દર્દી ને પેટ ના નોર્મલ હલન-ચલણ નું અધિક એહસાસ થાય છે. આ નોર્મલ હલન-ચલણ બધાજ લોકો માં અંદર થી થતી હોય છે પણ અતિ સંવેદનશીલ વ્યક્તિને વધારે મેહસૂસ થાય છે અને તકલીફ થાય છે. આ દર્દીઓ ને આખો દિવસ પોતાના શારીરિક ક્રિયાઓ ઉપર વધારે પડતું ધ્યાન રહેતું હોય છે. પેટ ના નોર્મલ હલન-ચલણ થી એમને દુખાવો નો એહસાસ થાય છે.
બધા ના પેટ માં સાધારણ ગેસ હોય છે. પણ એ મેહસૂસ ના થાય અને તકલીફ ના આપે. |
‘કાર્યાત્મક પેટ અને આંતરડા ની બીમારી’ ના દર્દી ને આ સાધારણ ગેસ થી તકલીફ થાય અને ગેસ અને ભારેપણ મેહસૂસ થાય છે. |
‘કાર્યાત્મક પેટ અને આંતરડા ની બીમારી’ તણાવ ના લીધે ઉત્પન્ન નથી થતી, પણ તણાવના લીધે એને વવધારો મળે છે. તણાવ ના સિવાય આ રોગોમાં વધારો થવાના અનેક કારણો હોય છે જેમ કે જેનેટિક્સ (આનુવંશિક), આંતરડા ની ગતિશીલતામાં ફરક, ખોરાક ના કારણ થી, વગેરે.
તણાવ ને ઓળખવા થી, આ દર્દીઓ ને સારવાર માં ફરક (ફાયદો) પડે છે.
આને ઓળખવાનું કેવી રીતે?
કોઈ લોકો પોતે તેમનું માનસિક તણાવ ઓળખી શકે છે, અને કોઈ લોકો ને આ સ્વીકારવા માં તકલીફ પડે છે.
પેટ ના લક્ષણ અને મનોભાવ નું વિશ્લેષણ કરી ને ઓળખી શકાય છે.
માનસિક રોગો ના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર ની મુલાકાત પણ લેવી જોઈએ.
એનું ઉપચાર કેવી રીતે થાય છે?
- ધ્યાન કરવા થી અને યોગ કરવા થી
- ૭-૮ કલ્લાક ની ઊંઘ લેવી જોઈએ. જો ઊંઘવામાં મુશ્કેલી હોય તો દવા થી પણ મદદ મળતી હોય છે.
- ડૉક્ટર ના દ્વારા બીજા દર્દી – જેને આવી તકલીફ છે એનો સંપર્ક કરો અને વાત કરો.
- નિયમિત વ્યાયામ કરો
- માનસિક રોગો ના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર ની મુલાકાત લો
- દવા થી પણ મદદ મળતી હોય છે.