આંતરડા અને તેની બીમારીઓ
આંતરડા ની લંબાઈ ૬ મીટર હોય છે. આંતરડા ના બે ભાગ હોય છે – નાની આંતરડી અને મોટી આંતરડી. મોટી આંતરડી ને કોલોન પણ કહેવાય છે.
નાની આંતરડી એક લાંબી ટ્યુબ જેવી હોય છે, જેનો એક ભાગ જઠર સાથે જોડાયેલો હોય છે અને બીજો ભાગ મોટા આંતરડા માં ખુલે છે. નાના આંતરડા ના ત્રણ ભાગ હોય છે – ડ્યૂઓડિનમ, જેજુનમ અને ઇલ્યુમ. આ ત્રણેય ભાગ ના જુદા જુદા કામ હોય છે.
નાના આંતરડા નું મુખ્ય કામ છે ખરોક નું પાચન કરી તેના માં થી પોશાક તત્વો નું સંક્રમણ કરવું. જે બાકી રહી જાય, તેને મોટા આંતરડા માં ધકેલે છે.
મોટા આંતરડામાં પાણી શોષાય અને મળ બને. આ મળ આગળ જય ને રેક્ટમ સુધી પહુંચે. રેક્ટમ – તે આંતરડા ના સુધી છેડા વાળો ભાગ હોય છે. ત્યાં મળ પહોંચ્યા બાદ શૌચ જવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
આંતરડા ની બીમારીઓ
સિલિયાક રોગ
આ રોગ માં ઘઉંમાં આવેલ ગ્લુટેન નામક પ્રોટીન ની એલર્જી હોય છે. આના થી ઘઉં અને જવ ખાવાથી આંતરડામાં રિએકશન થાય છે જેના થી તેને નુકસાન પહુંચે છે. તેના થી પાચનક્રિયા બગડે છે અને ખોરાક નું પોષણ શરીર માં નથી પહોંચતું. સાધારણ રીતે આ રોગ માં ઝાડા અને વજન ઘટાડો થાય છે. ક્યારેક લોહી નો ઘટાડો, નબળા હાડકા અને નિઃસંતાનતા ના લક્ષણો પણ દેખાય છે. અડધા દર્દીઓમાં કોઈ પણ લક્ષણ નથી હતા અથવા હળવા લક્ષણ જેમકે ગેસ વગેરે જોવામાં મળે છે. આનું નિદાન લોહી ની તાપસ અને દૂરબીન દ્વારા આંતરડા ના નમુમા થી થઇ શકે છે. દર્દીઓ એ ગ્લુટેન મુક્ત ખોરાક ખાવાનું હોય છે. ગ્લુટેન છોડવા પછી સુધારો જલ્દી થઇ જાય છે.
ક્રોહન્સ રોગ
આ આંતરડા ના સોજા ની બીમારી છે. આ બન્ને – નાના અને મોટા આંતરડા માં થઇ શકે છે. આ બીમારી પાછળ નું કારણ હાજી શોધ માં છે. આમાં પેટ નું દુખાવો, ઝાડા, લોહી ની કમી અને વજન ઘટી જવું, તેવા લક્ષણ જોવા મળે છે. લાંબા સમય થી સૂજન ચાલવા થી આંતરડા સાંકડા થઇ જાય છે અને આના થી આંતરડા માં બ્લોકએજ (અટકી જવું) થાય છે. ગુદા ની જગ્યા એ ફિસ્ટુલા પણ બની શકે છે. આના નિદાન માટે ૩ પદ્ધતિ નો ઉપયોગ કરવો પડે છે – CT સ્કેન કે MRI , દૂરબીન અને બાયોપ્સી (આંત ના નમૂના ની તાપસ). આના સારવાર માં સૂજન ઓછું કરવા માટે ની દવા ની જરૂર પડે છે. સ્ટીરોઈડ ની દવા ની પણ જરૂર હોય છે. કોઈ દર્દીઓ ને ઓપેરશન ની પણ જરૂર પડી શકે છે. આંતરડા ના સિવાય ચામડી, ફેફડા, આંખ અને સાંધા ની પણ તકલીફ થાય છે.
અલ્સરેટિવ કોલાઈટિસ
આ મોટા આંતરડા ની સૂજન અને અલ્સર ની બીમારી છે. આ બીમારી પાછળ નું કારણ હાજી શોધ માં છે. મોટા આંતરડા ના અંદર ના ભાગમાં સૂજન અને ચાંદા પડી જાય છે. આમાં મુખ્ય રીતે લોહી ના ઝાડા ની તકલીફ થાય છે. આંતરડા ના સિવાય ચામડી, ફેફડા, આંખ અને સાંધા ની પણ તકલીફ થાય છે. આનું નિદાન દૂરબીન અને બાયોપ્સી (આંત ના નમૂના ની તાપસ) થી થાય છે. આના સારવાર માં સૂજન ઓછું કરવા માટે ની દવા ની જરૂર પડે છે જેમ કે સ્ટીરોઈડ કે મીસલઅમીન. કોઈ દર્દીઓ ને ઓપેરશન ની પણ જરૂર પડી શકે છે.
ટી.બી. (ક્ષય રોગ)
ટી.બી. નો ચેપ મોટા આંતરડા માં અને નાના આંતરડા ના છેલ્લા ભાગ માં થાય છે. આના લક્ષણ માં તાવ, પેટ નો દુખાવો, પેટ માં પાણી ભરાઈ જવું, ઝાડા, વજન ઓછું થવું વગેરે થઇ શકે છે. આનું નિદાન દૂરબીન અને બાયોપ્સી (આંત ના નમૂના ની તાપસ) થી થાય છે. ટી.બી. અને ક્રોહન્સ રોગ માં તફાવત કરવું મુશ્કેલ હોય છે. ટી.બી. ની દવા ૬ થી ૮ મહિના માટે લેવાની હોય છે. સુધારો ૨ થી ૩ મહિના માં જોવા મળે છે. કોઈ દર્દીઓ ને ઓપેરશન ની પણ જરૂર પડી શકે છે.
કેન્સર
કેન્સર ની બિરી નાની અને મોટી આંત બન્ને માં થઇ શકે છે. સૌથી વધુ જોખમ હોય છે મોટી ઉમર, વધારે ચરબી અને ઓછી ફાઇબર (રેશા) વાળું ખોરાક, અને પરિવારજનોમાં કેન્સર નું ઇતિહાસ. ક્રોહન્સ અને રોગઅલ્સરેટિવ કોલાઈટિસ ના દર્દીઓઓ પણ કેન્સર નું જોખમ હોય છે. આના લક્ષણ માં આંતરડા ના કાર્ય માં બદલાવ – જેમ કે ઝાડા કે કબજિયાત, સંડાસ માં લોહી, વજન ઘટાડો અને પેટ માં ગાંઠ મેહસૂસ થવું શામિલ છે. સોનોગ્રાફય અથવા CT સ્કેન થી આનો સંદેહ થઇ શકે છે. આનું પાક્કુ નિદાન દૂરબીન અને બાયોપ્સી (આંત ના નમૂના ની તાપસ) થી થાય છે. સારવાર માં ઓપેરશન અને/અથવા કીમો હોય છે.