079 3010 1008 dr.a.j.12320@gmail.com
+91 7666373288

પિત્તાશય

આ એક પિત્ત ની થેલી છે જે લીવર ની નીચે ની જગ્યા પાર સ્તિથ છે. આમાં પિત્ત જમા થાય છે, જે ખોરાક લીધા પછી પાચન માટે આંતરડામાં જાય છે. 

પિત્તાશય ની બીમારીઓ

પિત્તાશય ની પથરી

પિત્તાશય ની થેલીમાં પથરી બનવાની વધુ સંભાવના હોય છે સ્ત્રીઓમાં, જાડા લોકો માં, સુસ્ત જીવનશૈલી, ગર્ભવતી સ્ત્રીઓ, લોહી ની બીમારિઓયો, ડાયાબિટીસ, વધુ ચરબી વાળું ખોરાક, દવા ની આડ અસર અથવા આનુવંશિક પણ હોય શકે છે. 

મોટા ભાગે પથરી કોલેસ્ટેરોલ ની બનેલી હોય છે. કિડની ની પથરી, જે કૅલ્શિયમ ની બનેલી હોય છે તેના થી આ રીતે તફાવત હોય છે. પિત્તમાં કોલેસ્ટેરોલ ની વધુ માત્ર હોવા થી તે, તેના પદાર્થ એકત્ર થઇ ને નાની પથરી બને છે. આ નાની પથરી ધીરે ધીરે મોટી પથરી બનાવે છે.

ભારત માં ૬% લોકો ને પિત્ત ની થેલી માં પથરી હોય છે. મોટા ભાગ ના લોકો ને આનાથી કોઈ તકલીફ નથી થતી અને કોઈ ઉપચાર ની પણ જરૂર નથી પડતી.

જયારે લક્ષણ આવે, તો એમાં પેટ નો દુખાવો થઇ શકે છે. પેટ નો દુખાવો અચાનક ચાલુ થાય અને તે અસહાય પણ થઇ શકે છે. ઉલ્ટી કે પીળીયો પણ થઇ શકે છે. આવા લક્ષણો થાય પિત્તાશય ની થેલી ના સૂજન (cholecystitis) થી અથવા પથરી પિત્ત ની નાડી માં અટકવાથી. પથરી સ્વાદુપિંડની નાડી માં અટકે તો સ્વાદુપિંડ ઉપર પણ સોજો (pancreatitis) આવી શકે છે. 

જે દર્દીઓને પથરી થી તકલીફ થાય છે એને ઓપેરશન ની જરૂર પડે છે. આ દૂરબીન દ્વારા કે પછી પેટ ખોલી ને થઇ શકે છે. જો પથરી પિત્ત ની નાડી માં ભરાઈ ગયો હોય તો ERCP દ્વારા કાઢવો પડે છે.

પિત્તાશય ની થેલી જીવન માટે જરૂરી નથી. એને કાઢવાથી મોટી તકલીફ નથી થતી. અમુક દર્દીઓ ને ગેસ, એસિડિટી, કે પછી ઝાડા ની તકલીફ થઇ શકે છે, જે દવા થી નિયંત્રણ માં આવી જાય છે.

પિત્તાશય ની થેલી નું કેન્સર (કર્ક રોગ)

આ પ્રકાર નું કેસર ઉત્તર ભારત માં વધારે થાય છે – ખાસ કરીને યુ.પી. માં. આમાં પીળીયો, પેટ દુખાવો અને વજન ઘટાડો થાય છે. આની સારવાર માં ઓપેરશન કે કીમો આવે છે.

પિત્તાશય ની થેલી માં ગાંઠ (polyp)

પિત્તાશય ની થેલી ની અંદર ની બાજુ નાની ગાંઠો થઇ જાય છે. આ સોનોગ્રાફી થી પકડાય છે. નાની ગાંઠ (<૫ mm) માટે કોઈ ઉપચાર ની જરૂર નથી હતી, પણ દેખરેખ-નિયંત્રણ રાખવું પડે. જો મોટી ગાંઠ હોય તો આગળ તાપસ કરવી પડે.

Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *