ખોરાક અને પાચનક્રિયા
જાણો – પેટ ની સમસ્યા માટે કેવો ખોરાક ખાવો જોઈએ
ખોરાક ના પોશાક તત્વો પાચનતંત્ર દ્વારા આપણા શરીર માં શોષાય છે. ખોરાક આપણા શરીર ને જીવન અને શક્તિ આપે છે અને તે આપણા વિચારો ને પણ પ્રભાવિત કરે છે. ખોરાક માં નિયંત્રણ લાવવા થી પેટ ની ઘણી બધી સમસ્યાઓ દૂર થઇ શકે છે.
એસિડિટી: દર્દીઓ એ તળેલું એન્ડ તીખી વાનગીઓ ઓછી લેવાની. બહુ ઉકળતી ગરમ ચાહ નહિ પીવાની. જેને રાતે વધારે સમસ્યા હોય તેને જમ્યા પછી બે કલ્લાક સુધી સુઈ જવું નહિ. માથા બાજુ નો ખાટલો ૧૫-૨૦ cm ઊંચો કરી ત્રાંસો કરવા થી પણ રાતે રાહત મળી શકે. ઠંડા પીણાં જેમ કે કોલા, પેપ્સી વગેરે ના લેવું. તમ્બાકુ જેવું કુટેવો છોડાવવી. વધુ ચરબી કે વજન વાળા લોકો એ કસરત કરી વજન ઓછું કરવું જોઈએ.
ગેસ: આના દર્દીઓ એ ચરબી એન્ડ તેલ ની માત્ર ઓછી કરવી જોઈએ. વાનગી જેમ કે સફરજન, તરબૂચ, કોલા જેવા ઠંડા પીણાં, દૂધ, લસણ, કાંદા, કઠોળ, કુત્રિમ ગળ્યું વગેરે ઓછી માત્ર માં લેવું. નિયમિત કસરત કરવી જોઈએ.

કબજિયાત: આહાર માં ફાઇબર ની માત્ર વધારે લેવાની. ફાઇબર આવે અનાજ, ફાળોમાં એન્ડ લીલા શાક ભાજી માં. ફળ જેમ કે કેદ, સફરજન, ડ્રાય ફ્રૂઈટ્સ માં ફાઇબર ખૂબ હોય છે. પાણી પૂરતું પીવાનું. રાતે ઇસબગુલ પાણી સાથે લેવું. સવારે ઉઠી ને ૨ ગ્લાસ પાણી પીવાનું અને થોડું ચાલવાનું. મેંદા ને વાનગી ઓછી લેવાની.
મોઢા માં ચાંદા: દર્દીઓ એ ગરમ એન્ડ તીખું આહાર ઓછું લેવું. લીલા શાક ભાજી પુષ્કળ લેવા. મીઠા વાદા પાણી થી કોગળા કરવા. કડક ખોરાક ના લેવો.
ફેટી લીવર: દર્દીઓ એ વજન ઘટાડવા માટે ખોરાક ની માત્ર ૧૦-૨૦% ઓછી કરવાની. ચરબી, તેલ એન્ડ ખાંડ ની વપરાશ ઓછી રાખવી. નિયમિત કસરત કરવી જોઈએ. ડ્રાય ફ્રૂઈટ્સ ખાઈ શકાય જેમાં ઓમેગા ૩ fat આવે છે. પ્રોટીન ની માત્ર વધારે લેવી. કઠોળ, દૂધ એન્ડ તેની વાનગી જેમ કે પનીર, સોયા, ચણા વગેરે વાનગીઓ માં પ્રોટીન મળે.
ઝાડા: આ દર્દીઓ એ ખોરાક બંધ ના કરવો. બજાર ની વાનગીઓ ના લેવી. દહીં એન્ડ છાશ વધારે લેવું. દૂધ બંધ રાખવું. કોફી એન્ડ ચાહ ઓછી કરી દેવી. પાણી કે ORS ના પાવડર આખા દિવસ પિતા રેહવું.
કમળો: કમળા માં લીવર કમજોર હોવા છતાં પૂરું ખોરાક લઇ શકાય છે. બજાર ની વાનગીઓ ના લેવી પણ ઘરમાં બનેલો આહાર લઇ શકાય. જેને ભૂખ ના લાગે કે ઉલ્ટી વધારે આવતી હોય તેને પ્રવાહી અને શેરડી નો રસ/ ગ્લુકોસ પાવડર પીવો જોઈએ. તેલ કે ઘી બંધ કરવાની જરૂર સામાન્ય રીતે નથી હતી એન્ડ એવું કરવા થી સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ માં વિલંબ થાય.
આ ફક્ત શૈક્ષણિક માહિતી છે અને દર્દી એ કોઈ પણ સમસ્યા આવે તો પેહલા ડૉક્ટર ની સલાહ જરૂર લેવી.
[/et_pb_text][/et_pb_column]
[/et_pb_row]
[/et_pb_section]